BCCIમાં ક્યા પૂર્વ ક્રિકેટરે લીધું જય શાહનું સ્થાન?

નવી દિલ્હી: BCCIના પ્રમુખ તરીકે રોજર બિન્નીની નિમણુક કરવામાં આવી છે. રોજર બિન્નીએ દેવજીત સૈકિયાને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કાર્યકારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. જય શાહે 1 ડિસેમ્બરથી ICCના નવા અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. જ્યાં સુધી સચિવ પદ પર કાયમી ધોરણે કોઈની નિમણૂક ન થાય ત્યાં સુધી દેવજીત સૈકિયા વચગાળાના સચિવ પદ પર રહેશે. જય શાહ વર્ષ 2019થી બીસીસીઆઈના સેક્રેટરી પદ પર હતા.

કોણ છે દેવજીત સૈકિયા?
દેવજીત સૈકિયા ભારતમાં પ્રથમ કક્ષાના ક્રિકેટર રહી ચૂક્યા છે અને તેમની પાસે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનનો પણ અનુભવ છે. તેઓ આસામથી આવે છે અને તેમણે રણજી ટ્રોફીમાં પણ પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. સાયકિયા પોતાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન વિકેટકીપર અને મિડલ ઓર્ડર બેટ્સમેનની ભૂમિકા ભજવતા હતા. તેઓ વર્ષ 2022થી BCCIના સંયુક્ત સચિવ છે અને જય શાહના નેતૃત્વમાં ઘણા મોટા કાર્યો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ સિવાય સાયકિયા મે 2023થી ગુવાહાટી સ્પોર્ટ્સ એસોસિએશન (GSA)ના જનરલ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા છે.