બેન્ક ઓફ અમેરિકા ઇન ઇન્ડિયાના પ્રમુખ કાકુ નખાતેનું સન્માન

મુંબઈ: મહિલા આર્થિક સુરક્ષાના ક્ષેત્રમાં ભારતમાં બેંક ઓફ અમેરિકા (Bank of America in India,)ના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડ કાકુ નખાતેનું યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલન્સ (ACE) દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આ સન્માન આર્થિક પહેલ, નાણાકીય સમાવેશ અને નેતૃત્વ વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણમાં તેમના નોંધપાત્ર યોગદાનને રેખાંકિત કરે છે.મુંબઈમાં યુએસ કોન્સલ જનરલ માઈક હેન્કી દ્વારા કાકુ નખાતેનું સન્માન કરવામાં આવ્યું હતું.

યુએસ કોન્સલ જનરલ માઈક હેન્કીએ કાકુ નખાતેને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, “કાકુના નેતૃત્વ હેઠળ, ભારતમાં બેંક ઓફ અમેરિકાએ નાણાકીય સાક્ષરતા, ધિરાણની પહોંચ અને મહિલાઓ માટે વ્યવસાયની તકોને પ્રોત્સાહન આપતા પ્રભાવશાળી કાર્યક્રમો ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેણીના પ્રયાસોએ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે અને ટકાઉ આજીવિકા અને આર્થિક સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરી છે. તેમના કાર્યની અસર માત્ર સ્થાનિક અર્થવ્યવસ્થાને જ મજબૂત બનાવતી નથી, પરંતુ મહિલાઓને નેતૃત્વ અને સફળ થવા માટે સશક્ત બનાવીને સમુદાયોને પણ ઉત્થાન આપે છે.”

ધ સેક્રેટરી ઓફ સ્ટેટ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલન્સ દ્વારા એ અમેરિકી કંપની અને અધિકારોનું સન્માન કરવામાં આવે છે જે બિઝનેસ આચરણના ઉચ્ચ ધોરણો જાળવી રાખે છે અને સ્થાનિક સમુદાયોના વિકાસમાં યોગદાન આપે છે.

બેંક ઓફ અમેરિકા ઈન ઈન્ડિયા, તેના પ્રમુખ અને ભારતમાં કંટ્રી હેડ કાકુ નખાતે અને તેના તમામ કર્મચારીઓના સહયોગથી મહિલાઓને કર્મચારીઓ અને ઉદ્યોગસાહસિક તરીકે પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. વિવિધ કાર્યક્રમોના માધ્યમથી બેંક ઓફ અમેરિકા ઈન ઈન્ડિયા દેશમાં લાખો મહિલાઓ અને છોકરીઓનું જીવન સુધારી રહી છે.