હિંસા વચ્ચે બાંગ્લાદેશમાં ચાર મંદિરો પર હુમલો

બાંગ્લાદેશમાં હિંસક ટોળાએ ઈન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્ર અને ઢાકામાં ચાર હિન્દુ મંદિરો પર હુમલો કર્યો છે. આ હુમલાઓમાં મંદિરોને નજીવું નુકસાન થયું છે. એવી અપ્રમાણિત માહિતી છે કે કેટલાક હિન્દુઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશના હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી એકતા પરિષદના નેતા કાજોલ દેબનાથે કહ્યું છે કે દેશના ચાર મંદિરો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાઓમાં મંદિરોને નજીવું નુકસાન થયું છે.

વડાપ્રધાન હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદની સ્થિતિને લઈને હિન્દુ સમુદાયના લોકોમાં ભય છે, પરંતુ હજુ સુધી કોઈ મોટી ઘટના સામે આવી નથી. ટોળા દ્વારા નિશાન બનાવવામાં આવેલ ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રનું ઉદ્ઘાટન માર્ચ 2010માં કરવામાં આવ્યું હતું. આ કેન્દ્ર યોગ, હિન્દી, ભારતીય શાસ્ત્રીય સંગીત અને ભારતીય નૃત્ય કળા વિશે માહિતી અને તાલીમ આપે છે. આ કેન્દ્રની લાઇબ્રેરીમાં ભારત સંબંધિત 21 હજાર પુસ્તકોનો સંગ્રહ પણ છે.

બાંગ્લાદેશમાં 300 ભારતીય ટ્રક ફસાયા 

બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓને જોતા સોમવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર પેટ્રાપોલ લેન્ડ પોર્ટ પરથી માલસામાનની અવરજવર બંધ થઈ ગઈ હતી. પેટ્રાપોલના ક્લિયરિંગ એજન્ટ્સ સ્ટાફ વેલ્ફેર એસોસિએશનના સેક્રેટરી કાર્તિક ચક્રવર્તીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ તરફ 250-300 ભારતીય ટ્રકો ફસાયેલા છે.

Bangladesh

દરરોજ 450-500 ટ્રકો જાય 

પેટ્રાપોલ એ ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલું લેન્ડ પોર્ટ છે. ચક્રવર્તીએ કહ્યું કે અમે બાંગ્લાદેશના નવા વહીવટીતંત્રને ટ્રક, માલસામાન અને ડ્રાઈવરની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરીશું. તમને જણાવી દઈએ કે દક્ષિણ એશિયાના સૌથી મોટા લેન્ડ પોર્ટ પેટ્રાપોલથી દરરોજ સરેરાશ 450-500 ટ્રક ભારતથી બાંગ્લાદેશ જાય છે. બીજી બાજુથી લગભગ 150-200 ટ્રકો આવે છે.