નવી દિલ્હીઃ દેશની ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટેની સમર્પિત પહેલ પ્રોજેક્ટ નમનને ટેકો આપવા માટે ભારતીય સેના તથા CSC ઇ-ગવર્નન્સ સર્વિસીઝ ઈન્ડિયા લિમિટેડ સાથે ત્રિપક્ષી એમઓયુ કર્યા છે. લેફ્ટેનન્ટ જનરલ રણજિત સિંહ, ડીજી, ડીસીએન્ડડબ્લ્યુ, બ્રિગેડિયર મનદીપ સિંહ, એસએમ, બ્રિગ ડીઆઈએવી, એક્સિસ બેંકના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ – ભારત બેંકિંગ મોહિત જૈન તથા CSC ઇ-ગવર્નન્સ સર્વિસીઝ ઈન્ડિયા લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ હરિશ ઓબેરોયેની ઉપસ્થિતિમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ હેઠળ એક્સિસ બેંક ભૂતપૂર્વ જવાનો, યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની વિધવાઓ અને એનકેઓને આવશ્યક સેવાઓ પૂરી પાડવા માટે ફેસિલિટેશન સેન્ટર્સ ઊભા કરવામાં મદદ કરશે, જેથી કલ્યાણ તથા પેન્શન સંબંધિત સહાયની સરળ પહોંચ સુનિશ્ચિત થઈ શકે.
વર્ષ 2023માં લોન્ચ થયેલો પ્રોજેક્ટ નમન સુરક્ષા કર્મચારીઓ માટે પેન્શન સંબંધિત પ્રક્રિયાઓ સરળ બનાવવા માટે સંરક્ષણ મંત્રાલય દ્વારા લોન્ચ કરાયેલી ડિજિટલ પેન્શન સિસ્ટમ SPARSH (System for Pension Administration – Raksha)નો અમલ કરવા પર ધ્યાન આપે છે. આ ભાગીદારી હેઠળ મહારાષ્ટ્ર, ગુજરાત, તમિળનાડુ, પંજાબ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, રાજસ્થાન અને અન્ય સહિતનાં 13 રાજ્યોમાં 25 ડીઆઈ એવી સ્થળોએ CSC ઊભાં કરવામાં આવશે. આ ફેસિલિટેશન સેન્ટર્સ વિવિધ પ્રશ્નો તથા સમસ્યાઓને સાંભળવા માટે સજ્જ રહેશે અને દેશની સેવા કરનારા જવાનો માટે વ્યાપક ટેકો પૂરો પાડશે.
દરેક CSC સેન્ટર્સ પસંદ કરેલા ભૂતપૂર્વ સૈનિકોની વીએલઈ અથવા લોકલ મિલિટરી ઓથોરિટીઝ (LMA) દ્વારા પસંદ કરાયેલા એનઓકે દ્વારા મેનેજ કરવામાં આવશે. CSC ઇ-ગવર્નન્સ સર્વિસીઝ ઈન્ડિયા લિમિટેડ આ વીએલઈને ઓનબોર્ડ કરશે અને ભૂતપૂર્વ જવાનો તથા તેમના પરિવારોને સેવાઓ આપવા માટે તેમને તાલીમ આપશે. આ સેન્ટર સ્પર્શ-એનેબલ્ડ પેન્શન સર્વિસીઝ, ગવર્મેન્ટ-ટુ-સિટીઝન (જીટુસી) સર્વિસીઝ અને બિઝનેસ-ટુ-કન્ઝ્યુમર (બીટુસી) ઓફ રિંગ્સ માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ બની રહેશે.
આ ભાગીદારી અંગે એક્સિસ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મુનીશ શારદાએ જણાવ્યું હતું કે એક્સિસ બેંકમાં અમે પ્રોજેક્ટ નમનને ટેકો આપવા માટે ભારતીય સૈન્ય તથા સીએસસી ઇ-ગવર્નન્સ સાથે ભાગીદારી કરતાં ખૂબ જ સન્માનિત છીએ. અમે માનીએ છીએ કે આ ભાગીદારી ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારો માટે વધુ સમાવેશક અને સહાયાત્મક માહોલ ઊભો કરવામાં મદદ કરશે.
આ પ્રસંગે ડીઆઈએવીના બ્રિગેડિયર મનદીપ સિંહ, એસએમ, બ્રિગ ડીઆઈએવીએ જણાવ્યું હતું કે એક્સિસ બેંક અને CSC ઇ-ગવર્નન્સના સમર્થનથી અમે રાષ્ટ્રની સેવા કરનારાઓને સરળ અને ગૌરવપૂર્ણ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.
CSC ઇ-ગવર્નન્સ સર્વિસીઝ ઈન્ડિયા લિમિટેડના MD અને CEO સંજય રાકેશે જણાવ્યું હતું કે CSC ખાતે અમને પ્રોજેક્ટ નમનમાં યોગદાન આપવાનો ગર્વ છે, જે ડિજિટલ સમાવેશ દ્વારા સૈન્યના ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોને સશક્ત બનાવવાના અમારા સહિયારા વિઝનનું પ્રતિબિંબ છે. ડીઆઈએવી સ્થાનો પર ફેસિલિટેશન સેન્ટર્સ સ્થાપીને અમે એ સુનિશ્ચિત કરવાનો ધ્યેય રાખીએ છીએ કે મહત્વપૂર્ણ પેન્શન અને કલ્યાણ સેવાઓ દેશના દૂરના ભાગો સુધી પણ પહોંચે.
