ઓસ્ટ્રેલિયાએ રોમાંચિત મેચમાં ભારતને 7 રને આપ્યો પરાજય

ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી રમાઈ રહી છે. તેની ચોથી મેચમાં રોમાંચિક રીતે ઓસ્ટ્રેલિયા એ ભારતને 7 વિકેટે માત આપી છે. T20 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 181 રન જ બનાવી શકી હતી. રિચા ઘોષ અને સુકાની હરમનપ્રીત કૌરે શાનદાર ઇનિંગ્સ રમી પરંતુ તે ટીમને જીત અપાવી શકી નહોતી.

ઓસ્ટ્રેલિયાએ ટી20 સિરીઝ પોતાના નામે કરી

ભારતીય ટીમ માટે આ કરો યા મરો મેચ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે હવે શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચ નવ વિકેટે જીતી હતી. તે જ સમયે, બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયન ટીમને સુપર ઓવરમાં હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેચ 21 રને જીતી લીધી હતી અને આજે ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી ટી20 સિરીઝ પોતાના નામે કરી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. આજે શ્રેણીની ચોથી મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. T20 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 181 રન જ બનાવી શકી હતી. રિચા ઘોષ અને કેપ્ટન હરમનપ્રીત કૌરની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ પણ ટીમ ઈન્ડિયા માટે કામ ન કરી શકી. આ મેચ સાત રનથી જીતીને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પાંચમી અને અંતિમ T20 20 ડિસેમ્બરે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.

છેલ્લી બે ઓવરનો રોમાંચ

ભારતને છેલ્લી બે ઓવરમાં 38 રનની જરૂર હતી. ત્યારબાદ રિચા ઘોષ અને દીપ્તિ શર્મા ક્રિઝ પર હતા. ભારતીય બેટ્સમેનોએ 19મી ઓવરમાં 18 રન બનાવ્યા હતા. રિચાએ આ ઓવરમાં બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. તે જ સમયે, ભારતને 20મી ઓવરમાં 20 રનની જરૂર હતી, જ્યારે ટીમ માત્ર 12 રન બનાવી શકી હતી. રિચા ઘોષ 19 બોલમાં 40 રન બનાવ્યા બાદ અણનમ રહી હતી. તેણે પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે, દીપ્તિ આઠ બોલમાં 12 રન બનાવીને અણનમ રહી હતી.