ગુજરાત ATSના કર્મચારીઓની ઘણા સમયથી પડતર રહેલી હાઈરીસ્ક એલાઉન્સ આપવાની મંજૂરી

ગુજરાત એટીએસના કર્મચારીઓની ઘણા સમયથી પડતર રહેલી હાઈરીસ્ક એલાઉન્સ આપવાની મંજૂરી આપવામા આવી છે. ગુજરાત પોલીસના કર્મચારીઓને ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.  ગુજરાત પોલીસ અંતર્ગત આવતી (Gujarat ATS) એન્ટી ટેરરીસ્ટ સ્કવોડમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને 45% પગારનો એલાઉન્સ અપાશે તેવી જાહેરાત કરવામા આવી છે.


45 ટકા હાઈરિસ્ક એલાઉન્સ આપવામાં આવશે

પ્રાપ્ત વિગતો મુજબ ATSમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓહાઈરીસ્ક એલાઉન્સ આપવાની મંજૂરી આપવામા આવી છે. આ રિસ્ક એલાઉન્સ કર્મચારીઓને પાંચમા પગાર પંચ પ્રમાણે બેઝિક પગારના 45 ટકા જેટલું આપવામાં આવશે.જેની સત્તાવાર જાહેરાત કરવામા આવી છે.

કર્મચારીઓનું મનોબળ જળવાઈ રહે તે હેતુથી“રિસ્ક એલાઉન્સ” ને મંજૂરી

ગુજરાત પોલીસ દ્વારા વર્ષ 2022 Gujarat ATS ના કર્મચારીઓ માટે હાઈ રિસ્ક જોબ અંતર્ગત પગાર અલાઉંન્સ માટે વિચારણા કરાઈ રહી હતી ત્યારે આજે રાજ્ય સરકારે એટીએસના કર્મચારીઓનું મનોબળ જળવાઈ રહે તે હેતુથી લાંબા સમયથી પડતર “રિસ્ક એલાઉન્સ” ને મંજૂરી આપી છે. ગુજરાતના કર્મચારી ગણમાં મનોબળ વધારવા અને પ્રોત્સાહિત કરવા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ મુજબના ગ્રેડ પે પ્લસ સહિતના પગારના 45% હાઈ રિસ્ક કલાઉન્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ હાઇરીસ્ક અલાઉન્સ મેળવવા માટે નિયત શરતો પણ તૈયાર કરવામાં આવી છે.