તહેરાનઃ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખોમિનીએ અમેરિકા દ્વારા ઈરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલાઓ થયા બાદ વધેલા તણાવ વચ્ચે ઇઝરાયલને સજા આપવાના કસમ ખાધા છે. ઈરાની નેતાના અધિકૃત X હેન્ડલથી વાત કરતાં તેમણે તેલ અવિવ વિરુદ્ધ હુમલાઓ વધુ તીવ્ર બનાવવાની ધમકી આપી, જોકે અમેરિકી હુમલાઓનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ 13 જૂનથી શરૂ થયો છે અને આજે તેનો 11મો દિવસ છે. અત્યાર સુધીના ટકરાવમાં બંને દેશોને ભારે નુકસાન થયું છે. હવે જ્યારે અમેરિકા ખુલ્લેઆમ આ સંઘર્ષમાં કૂદી પડ્યું. અમેરિકા એ ઈરાનની ત્રણ ન્યુક્લિયર સાઇટ્સ – ફોર્ડો, નતાંજ અને એસ્માહાનને નિશાન બનાવી હુમલા કર્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઈરાનમાં તખતાપલટની વકાલત કરી છે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ’ પર તેમણે પોસ્ટ કરી હતી કે શાસન પરિવર્તન શબ્દનો ઉપયોગ કરવો રાજકીય રીતે યોગ્ય ન હોઈ શકે, પરંતુ જો વર્તમાન ઈરાની શાસન ફરીથી ઈરાનને મહાન બનાવી શકતું નથી, તો શાસન બદલાવ કેમ નહીં?
અમેરિકી હુમલાઓ પર સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના દૂત આમિર સાઈદ ઇરાવાની એ સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠકમાં જણાવ્યું હતું કે ઈરાન જવાબ આપશે. તેમણે કહ્યું હતું કે ઈરાને વારંવાર યુદ્ધખોર અમેરિકી શાસનને ચેતવણી આપી હતી કે તે આ યુદ્ધમાં ન ઘૂસે.
તેમણે વધુમાં કહ્યું હતું કે અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કરીને કૂટનૈતિક પ્રયત્નોને નષ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે ઈરાની સેના ઈરાનના પ્રતિસાદનો સમય, સ્વરૂપ અને વ્યાપ નિર્ધારિત કરશે.
