અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારના ખોખરા હાટકેશ્વર નજીક આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની તીક્ષ્ણ હથિયારથી હત્યા થઇ ગઇ જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વિધર્મી બાળક દ્વારા હત્યા કરવામાં આવી હોવાથી સ્થાનિક હિંદુ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સેવન્થ ડે સ્કૂલ પાસે 23મી ઓગષ્ટની સવારે મૃતક નયન માટે એક શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
મૃતક નયનને શ્રધ્ધાંજલિ આપવા માટે સેવન્થ ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ સાથે સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા. નયનને ન્યાય મળે એ માટે બેનર્સ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા. નયનને ન્યાય અપાવવા શહેરના ઘણાં બજારોમાં બંધનું એલાન અપાયું હતું.
વેપારીઓનું બંધનું એલાન..
નયન માટે સ્કૂલ પાસે શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો. આ સાથે શહેરના રીલિફ રોડ, રેવડી બજાર, કાપડ માર્કેટ, ઘીકાંટા, ગાંધી રોડ જેવા અનેક વિસ્તારમાં કાપડ, મોબાઇલ, ઇલેકટ્રિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ બજાર જેવાં અનેક વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ આક્રોશ સાથે સજ્જડ બંધ પાળ્યો હતો.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
