નગર દેવી ભદ્રકાળીની નગરયાત્રા

અમદાવાદ: હેરિટેજ સિટી અમદાવાદનો 615મો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે. આ શહેરના ઐતિહાસિક કિલ્લામાં બિરાજમાન ભદ્રકાળી માતાજી આખાય શહેરના નગરદેવી છે. ફાગણ સુદ દશમ, ગુરુવાર સવારે ભદ્રકાળી માતાના મંદિરેથી શોભાયાત્રા કાઢવામાં નીકળી હતી.ઢોલ નગારા, વાજિંત્રો, ભજન મંડળીઓ સાથે આ નગરયાત્રા જુદા-જુદા વિસ્તારોમાં ફરી હતી. શહેરના જમાલપુર જગન્નાથ મંદિર, મહાલક્ષ્મી મંદિર જેવા સુપ્રસિદ્ધ સ્થળોએ નગરયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)