અમદાવાદ : દશેરા પર્વની ઉજવણી, ફાફડા જલેબી માટે લાગી લાઈનો

દશેરા પર્વની ઉજવણીમાં ફાફડા જલેબી માણવા વહેલી સવારથી જ લાંબી કતારો લાગી ગઈ હતી. નવરાત્રિના નોમના નોરતે મોડી રાતથી જ શેરી, મહોલ્લા સોસાયટીઓમાં ફાફડા જલેબીની મોજ શરૂ થઈ જાય છે. આ વર્ષે પૂર્વને પશ્ચિમ અમદાવાદની ફરસાણની દુકાનોની બહાર ફાફડા જલેબી બનાવતા મોટા મંડપ જોવા મળ્યા. આ સાથે કરિયાણાની દુકાન, જ્વેલર્સ, મેડિકલ સ્ટોર્સ, કટલરી સ્ટોર્સ જેવા વેપારીઓની દુકાનોની બહારની ખુલ્લી જગ્યાઓમાં પણ ફાફડા જલેબી ચોળાફળી બનાવતા કારીગરોના મંડપ જોવા મળ્યા.

વિજયા દશમીની વહેલી સવારથી જ ફાફડા જલેબી માટે લોકોની કતારો લાગી. મોંઘા મટીરીયલ્સ, ભાવ વધારા સાથે 400 થી 800 રૂપિયે કિલોગ્રામ ફાફડા જલેબીનું વેચાણ થયું હતું. લાંબી કતારો જોઈ કેટલાક લોકોએ ગુણવત્તાની દરકાર કર્યા વગર ફાફડા જલેબી જયાફત માણી હતી.

પ્રજ્ઞેશ વ્યાસ