અમદાવાદ: 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટીમ પેરિસ માટે ઉડાન ભરે તે પહેલાં જીત મેળવવાના જુસ્સા સાથે દરેક ખેલાડી હાલમાં સખ્ત પરિશ્રમ કરી રહ્યો છે. ત્યારે પેરિસ ઓલિમ્પિકના ઓફિસિયલ સ્પોન્સર્સ અદાણી ગૃપએ ‘દેશ કા ગીત એટ ઓલિમ્પિક્સ’ થીમ પર એક ખાસ કેમ્પેઈન લૉન્ચ કર્યું છે. જેમાં દેશના દરેક ચેમ્પિયન ખેલાડીનો હોંસલો વધારવા માટે તેને સમર્થન આપવા માટેની લોકોને અપીલ કરવામાં આવી છે. ઓલિમ્પિકમાં જ્યારે કોઈપણ ખેલાડી પ્રથમ ક્રમે આવે છે ત્યારે તેના દેશનું રાષ્ટ્રગીત ત્યાં વગાડવામાં આવે છે. આથી દરેક ખેલાડી હાલ જીત મેળવવા અને જીતના જશ્નમાં રાષ્ટ્રગીત સાંભળવા માટે કલાકો મહેનત કરી રહ્યા છે અને આ મહેનત પાછળ તેમણે પોતના વર્ષો આપ્યા છે.
આ ફિલ્મમાં ભારતીય રમતવીરોના અવિરત સમર્પણ ભાવને આવરી લેતી પ્રેરણાદાયી સફર દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ રમત-ગમતના ચાહકોમાં દેશદાઝની લાગણીને ફરી પ્રજ્વલિત કરે છે. પેરિસ જવાની તૈયારી કરી રહેલા રમતવીરોની પ્રતિભા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ખેલાડીઓનું લક્ષ્ય ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ જીતવા અને વિશ્વના સૌથી મોટાં રમતોત્સવમાં દેશનું નામ રોશન કરવાનું છે.
ભારતમાં સ્પોર્ટસની ઇકોસિસ્ટમના સ્તરને ઉંચે લઇ જવા અને વિકસિત કરવા માટે અદાણી ગ્રૂપ સમગ્ર દેશમાં ખેલ જગતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને આગળ વધારવામાં યથાશક્તિ યોગદાન આપી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા તરફની ખેલાડીઓની સફરમાં તેમને જૂસ્સો પુરો પાડવાનું કામ પણ અદાણી ગ્રુપ કરી રહ્યું છે.2016થી અદાણી ગ્રુપ બોક્સિંગ, કુસ્તી, ટેનિસ, ભાલા ફેંક, શૂટિંગ, દોડ, શોટપુટ, તીરંદાજી જેવી અનેક રમતોમાં 28થી વધુ રમતવીરોને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેની ફળશ્રુતિરુપે કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા કુસ્તીબાજો રવિ કુમાર દહિયા અને દીપક પુનિયા અને બોક્સર અમિત પંઘાલની પ્રતિભાઓ ઉભરી આવી છે. દહિયા અને પુનિયાએ 2020 ટોક્યો ઓલિમ્પિક તેમજ 2020 અને 2023 એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા હતા. અદાણી ગ્રુપએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમને સ્પોન્સર કરી હતી. આ ગૃપ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 અને હેંગઝોઉ એશિયન ગેમ્સ 2022ની ટીમ સાથે ઓફિશ્યલ પાર્ટનર તરીકે પણ સંકળાયેલું હતું.