પ્રયાગરાજ: અદાણી ગ્રુપના ચેરમેન અને પ્રખ્યાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મંગળવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચ્યા હતા. અહીં તેમણે પૂજા-અર્ચના કર્યા તેમજ મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો.નિર્ધારિત કાર્યક્રમ મુજબ, ત્રિવેણી સંગમ ખાતે પૂજા કરી હતી. બાદમાં તેમણે ઇસ્કોન પંડાલમાં આયોજિત ભંડારા સેવામાં પણ ભાગ લીધો હતો. સંગમમાં પ્રાર્થના કર્યા બાદ તેમણે પ્રખ્યાત બડે હનુમાનજી મંદિરની મુલાકાત લીધી.