મુંબઇના ટોપવર્થ ગૃપના બિલ્ડર અભય લોઢાની કરોડોની ઠગાઈ મામલે ધરપકડ કરાઈ

મુંબઇના ટોપવર્થ ગૃપના બિલ્ડર અભય લોઢાએ અમરેલીના એક વ્યકિત સાથે 50 કરોડની ઠગાઇ આચરી હોવાની ફરિયાદના પગલે સીઆઇડી ક્રાઇમે આરોપી અભય લોઢાની મુંબઇથી ધરપકડ કરી છે.અમરેલીના બિલ્ડર કરશનભાઇએ રાજકોટ ઝોન સીઆઇડી ક્રાઇમમાં તેમની સાથે મુંબઇના બિલ્ડરે રૂ.50 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, 2019માં કરશને મુંબઇના બિલ્ડર અભય લોઢા સાથે સંપર્ક થયો હતો.

ત્યારબાદ અભય લોઢા અને કરશનભાઈ એ બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યારપછી કરશનભાઇની સહજ સીટી નામની સ્ક્રિમમાં એમની પ્રોપટી આવેલી છે. અભય લોઢાએ એક દિવસ કરશનને કહ્યુ કે, તમોને મુંબઇની એક ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી તમને પ્રોપટી પર સસ્તા વ્યાજદરે રૂ. 40થી 50 કરોડની લોન અપાવવાની લાલચ આપી હતી. જેથી કરશને અભયને પ્રોપટીના ડોક્યુમેન્ટ આપ્યા હતા. અભય લોઢાએ કરશનના ડોક્યુમેન્ટ પર પોતે લોન લઇને તેમના ગેરેન્ટેડ તરીકે દર્શાવ્યા હતા અને ઠગાઈ આચરી હતી. હાલમાં આ મામલે તેમની ધરપકડ કરવામાં આવી છે. CBIએ બિલ્ડર લોઢા સામે અગાઉ એક નહીં પરંતુ સાત ફરિયાદ નોંધી હતી. જેમાં બિલ્ડરને જૂદી જૂદી બેંકમાં 4392 કરોડની ઠગાઇ કર્યાની નોટીસ પણ પાઠવવામાં આવી છે.