130 વર્ષ જૂના કાશી વિશ્વનાથ મંદિરમાં, શ્રાવણમાં દર્શનનો અનેરો મહિમા

વડોદરા: શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ્યારે સમગ્ર દેશનું વાતાવરણ ‘હર હર મહાદેવના નાદથી ગુંજતું હોયત્યારે આવો આજે જાણીએ શહેરના મધ્યમાં વસેલા કાશી વિશ્વનાથ મંદિર વિશે… અહીં ન માત્ર ભક્તો શિવની ભક્તિમાં લીન થાય છેપણ અહીંનો ઈતિહાસ પણ એટલો જ જીવંત છે – જ્યાં શ્રદ્ધાસંત પરંપરા અને રાજશાહી યોગનો અનોખો મિલાપ છે.વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું વડોદરા શહેરગાયકવાડી યુગના ભવ્ય વારસાનું સાક્ષી છે. 18મી સદીના મધ્યભાગથી 1947 સુધી અહીં ગાયકવાડ રાજવંશનું શાસન રહ્યું હતું. તેમના સમયમાં શહેર માત્ર શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું નહોતુંપણ આધ્યાત્મિક ઊંચાઈઓ પણ પ્રાપ્ત કરી હતી. સર સયાજીરાવ ગાયકવાડજેઓ ગુજરાતના વિકાસની પાયાના શિલ્પી ગણાય છેતેમના સમયમાં અનેક વિદ્વાનો અને સાધુઓ વડોદરાની ધરતી પર આવી સતત જ્ઞાન અને ભક્તિનો ધ્વજ લહેરાવતા રહ્યા.

લગભગ 130 વર્ષ પહેલાં…..

આજથી લગભગ 130 વર્ષ પહેલાંચિદાનંદ સરસ્વતી સ્વામી મહારાજ વડોદરા પધાર્યા. તેઓ ભગવતધર્મથી પ્રેરિત થઈને એક ભવ્ય શિવમંદિર સ્થાપિત કરવાની ભાવના રાખતા. આ અભિલાષા સાથે તેઓએ સર સયાજીરાવ ગાયકવાડના દરબારમાં પણ ઉપસ્થિતિ નોંધાવી. તે સમયે જ્યાં આજે કાશી વિશ્વનાથ મંદિર આવેલું છેતે જગ્યા એક ખાલી મેદાન હતું. સ્વામીજીએ ત્યાં સૌપ્રથમ ભગવાન ગણપતિનું મંદિર બાંધ્યું હતું કારણ કે ભારતના સંસ્કારમાં દરેક શુભ કાર્ય પહેલા વિઘ્નહર્તાનું સ્મરણ અનિવાર્ય ગણાય છે. પછીતેઓ નર્મદા નદીની યાત્રાએ નીકળી પડ્યા. ત્યાં તેમને એક અજોડ શિવલિંગ પ્રાપ્ત થયુંએ જ શિવલિંગ વડોદરાની ધરતી પર લાવીને તેમણે મંદિરમાં સ્થાપન કર્યું અને ગણેશ મંદિરની નજીક એક શિવમંદિરની સ્થાપના કરી જે આજે કાશી વિશ્વનાથ મંદિર તરીકે જાણીતું છે. મંદિરનું બાંધકામ લગભગ 130 વર્ષ પહેલાં થયું હતું. પણ તેનું પુનઃર્નિર્માણ 1989માં આરંભી, 2000 સુધી પૂર્ણ કરવામાં આવ્યું. આજે અહીં માત્ર કાશી વિશ્વનાથ મંદિર નથીપણ પૂરા મંદિર સંકુલમાં ગણેશ મંદિરસોમનાથ મંદિરહનુમાન મંદિર અને ચિદાનંદ સ્વામીજીની સમાધિ પણ સ્થિત છે. આગળ ચાલીને અહીં ગૌશાળાનું પણ નિર્માણ થયુંજ્યાં આરંભે 2-3 ગાયો હતીઆજે તે સંખ્યા 20થી વધુ છે. કાશી વિશ્વનાથ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર આકર્ષક નકશીકામથી શોભિત છે. અંદર પ્રવેશતા જ કાળા પથ્થરમાં ઊંડા શિલ્પમાં ઊતારેલી નંદી અને કાચબાની પ્રતિમાઓ ધ્યાન ખેંચે છે. બંને બાજુએ ચિદાનંદ સ્વામી અને વલ્લભરાવ સ્વામીજીની મૂર્તિઓ સ્થાપિત છે. મંદિરના દરેક સ્તંભદિવાલો પર દેવ-દેવીઓના અદ્વિતીય શિલ્પો જોવા મળે છેજે ભક્તિ સાથે કળાનો સમન્વય છે.શ્રાવણ માસના દરેક શનિવાર અને સોમવારને પાવન અવસરે અહીં ભક્તોનો ઘસારો રહે છે. ભક્તિભજનઆરતી અને શિવપથનાં મંત્રોથી આખું વાતાવરણ શિવમય બની જાય છે. મહાશિવરાત્રીના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છેજેમાં સહસ્રો ભક્તો દક્ષિણ ગુજરાતથી લઈને અન્ય રાજ્યોમાંથી પણ અહીં દર્શનાર્થે આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા તીર્થયાત્રીઓ અને સાધુ-સંતો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા મફતમાં કરવામાં આવે છે. આ સ્થાન ભક્તિની સાથે સાથે સેવા અને સહકારનું પણ ઉત્તમ ઉદાહરણ છે.