પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લેવા પહોંચ્યાછે. ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયેલા ખેલાડીઓમાં માત્ર શોટ પુટ એથ્લેટ આભા ખટુઆનું નામ યાદીમાં નથી. જો કે અહીં વાત કરવાની છે ઓલિમ્પિકમાં સામેલ થયેલા ભારતીય ખેલાડીઓની.
આભા ખટુઆનું નામ સામેલ ન હોવા છતાં, આ યાદીમાં સૌથી વધુ એથ્લેટિક્સના 29 ખેલાડીઓ છે જેમાં 11 મહિલા અને 18 પુરુષોનો સમાવેશ થાય છે. ત્યાર બાદ શૂટિંગ 21 અને હોકી 19 છે. ભારતના આઠ ખેલાડીઓ ટેબલ ટેનિસમાં ભાગ લેશે જ્યારે બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સહિત સાત ખેલાડીઓ બેડમિન્ટનમાં ભાગ લેશે.
આ ઉપરાંત કુસ્તીમાં 6, તીરંદાજીમાં 6 અને બોક્સિંગ 6 ખેલાડીઓ ઓલિમ્પિકમાં એમનો પડકાર રજૂ કરશે. આ પછી ગોલ્ફમાં 4, ટેનિસમાં 3, સ્વિમિંગ 2, સેલિંગ 2 ખેલાડીઓ છે. ઘોડેસવારી, જુડો, રોઇંગ અને વેઇટ લિફ્ટિંગમાં એક-એક ખેલાડી ભાગ લેશે. શૂટિંગ ટીમમાં 11 મહિલા અને 10 પુરૂષ ખેલાડીઓનો સમાવેશ થાય છે. ટેબલ ટેનિસમાં, પુરૂષ અને મહિલા બંને કેટેગરીમાં ચાર-ચાર ખેલાડીઓ છે. ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ એકમાત્ર વેઈટલિફ્ટર છે જે ટીમમાં સામેલ છે. એ મહિલાઓની 49 કિગ્રા વર્ગમાં પડકાર આપશે.