જાણીતા હોલિસ્ટીક હેલ્થ ગુરૂ અને કોર્પોરેટ લાઇફ કોચ મિકી મહેતા માટે યોગ અને વેલનેસ એ ફ્કત કોવિડના સમયગાળામાં ઇમ્યુનિટી વધારવા માટેના ઉપાય માત્ર નથી, એમના માટે તો એ જીવનશૈલી છે અને એ પોતે એ જીવતા આવ્યા છે. આજે એમના પચાસમા જન્મદિવસે એમના ચાહકો-મિત્રો-શુભેચ્છકોએ એમના પર અભિનંદન અને શુભેચ્છાઓની વર્ષા કરી હતી.
મુંબઇસ્થિત હેલ્થ ગુરૂ અને વેલનેસ કોચ મિકી મહેતા માને છે કે, યોગ એ કુદરતી પોષણ છે. યોગ એ ફક્ત શરીરનું વજન ઘટાડવા માટે કે શરીરને સુડોળ બનાવવા માટે નથી, પણ યોગ એ જીવનશૈલી છે. લોકોએ જીવનમાં યોગને એક અર્થપૂર્ણ જિંદગી બનાવવા માટે કરવા જોઇએ.
એ કહે છે, કોવિડ-19 ના આ સમયગાળામાં લોકડાઉનમાં ખરેખર તો યોગ દ્વારા આપણી અંદરની શક્તિઓને અનલોક કરવાની જરૂર છે. આ જ શ્રેષ્ઠ સમય છે, યોગ દ્વારા આપણી શક્તિઓને ઉજાગર કરવાનો. બાલ્કનીમાં ઉગતા સૂર્યની સાક્ષીએ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવીને આંતરિક નિરિક્ષણ કરવાનો.
યોગ અને ધ્યાન શરીરની ઉર્જાને યોગ્ય દિશા આપે છે. તમારા શરીરની, આત્માની શાશ્વત ઉર્જાને ઓળખો. ગૌરવ, ક્રોધ, વાસના, ઇર્ષ્યા, ખાઉધરાપણું અનેઆળસ તમને પતન તરફ લઇ જશે. યોગના અષ્ટ અંગ-આઠ અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણ, ધ્યાન અને સમાધિ માણસની ચેતનાનું ઉચ્ચતમ સ્તર છે.
પોતાના પચાસમા જન્મદિવસે મિત્રો, શુભેચ્છકો અને ચાહકોની શુભેચ્છાઓ સ્વીકારીને મિકી મહેતાએ એક વિડીયો પણ પોતાની યુ-ટ્યુબ ચેનલ પર શેર કર્યો છે:
ચિત્રલેખા પરિવાર પણ મિકી મહેતાને કહે છે, હેપ્પી બર્થી ડે, મિકી મહેતા!!
