મહારાષ્ટ્ર: વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાના ચાર દિવસ બાદ પણ નવા CMને લઈને સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. જો કે સ્થિતિ હવે થોડી ઘણી સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. બુધવારે થાણેમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા સમયે એકનાથ શિંદેએ કહ્યું કે, “અમે ભાજપના CMને સ્વીકારીએ છીએ.”વધુમાં એકનાથ શિંદેએ કહ્યું, “મેં મોદીજીને ફોન કર્યો હતો, અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. મનમાં કોઈ અડચણ ન લાવો. અમે બધા NDAનો ભાગ છીએ. ભાજપની બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમે સ્વીકારીશું. અમે સ્પીડ બ્રેકર નથી. અમે સરકાર બનાવવામાં અવરોધ નહીં બનીએ.”