રાજકોટ: લોકસભાની ચૂંટણી-2024માં રાજકોટ બેઠકના બંને મુખ્ય ઉમેદવારો ખુદને મત ન આપી શક્યા. આવી ઘટના પ્રથમ વખત બની છે. ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલી બેઠક માટે મતદાન કર્યું છે.લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે મિશ્ર પ્રતિસાદ મતદારોમાં જોવા મળ્યો છે. ક્યાંક મતદારોની કતારો તો ક્યાંક પાંખી હાજરી જોવા મળી છે. દરમિયાન આખી ચૂંટણીમાં સૌથી વધુ જેમના નામની ચર્ચા થઈ તેવા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ખુદ તેમને મત આપી શક્યા નથી. રૂપાલા અને તેમના હરીફ કોંગ્રેસના પરેશ ધાનાણીએ અમરેલીમાં મતદાન કર્યું હતું.
(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીર – નિશુ કાચા)