પેરિસ: JSW ગ્રુપે ઓલિમ્પિક ચળવળના સ્થાપક પિયર ડી. કુબર્ટિનના જીવન અને વારસાની ઉજવણી કરતા પ્રદર્શનના ઉદ્ઘાટન સાથે ઓલિમ્પિક દિવસની ઉજવણી કરી. સાથે જ યજમાન શહેર પેરિસમાં ભારતની ઓલિમ્પિક હાજરીના 100 વર્ષની પણ ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં JSW ફાઉન્ડેશનના ચેરપર્સન સંગીતા જિંદાલ અને ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટના સ્થાપક, પાર્થ જિંદાલ સાથે IOCના પ્રમુખ થોમસ બાચ, સંસ્કૃતિ મંત્રી મેડમ રચિદા દાતી, રિપબ્લિક ઑફ ફ્રાન્સમાં ભારતના રાજદૂત તેમની સાથે જોડાયા હતા. મહામહિમ જાવેદ અશરફ અને પિયર ડી કૌબર્ટિન ફેમિલી એસોસિએશનના પ્રમુખ એલેક્ઝાન્ડ્રા ડી. નેવેસેલ પ્રદર્શનના ઉદઘાટન સમયે હાજર રહ્યા. આ પ્રદર્શન પેરિસના ટાઉન હોલમાં યોજાશે અને સપ્ટેમ્બર, 2024 સુધી ચાલનારા પેરાલિમ્પિક ગેમ્સના અંત સુધી ચાલશે.JSW ફાઉન્ડેશનના ચેરપર્સન સંગીતા જિંદાલે આ પ્રસંગે જણાવ્યું, “JSW ગ્રુપ પેરિસમાં જીનિયસ ઓફ સ્પોર્ટ પ્રદર્શનમાં ‘ઓલિમ્પિક્સમાં ભારતના 100 વર્ષ’ ના ક્યુરેશનને સમર્થન આપીને ખુશ છે. આ અનોખા પ્રદર્શન દ્વારા, અમે પિયર ડી કુબર્ટિનના જીવન અને વારસાની અને ભારતની નોંધપાત્ર ઓલિમ્પિક યાત્રા અને સફળતાના 100 વર્ષની ઉજવણી કરીએ છીએ.”
પિયર ડી કુબર્ટિન ફેમિલી એસોસિએશનના સહયોગથી આ પ્રદર્શનમાં છેલ્લી એક સદીમાં ભારતની ઓલિમ્પિક સફર, ભૂતકાળમાં દેશને મળેલી સફળતા અને ભવિષ્ય પર નજર કરી શકાય છે.
ઇન્સ્પાયર ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટના સ્થાપક પાર્થ જિન્દાલે કહ્યું, “અમે માનીએ છીએ કે ઓલિમ્પિક ચળવળનું વિશેષ પ્રદર્શન અને તેમાં ભારતે જે ભાગ ભજવ્યો છે તે માટે અમે પિયર ડી કુબર્ટિન અને તેમના પરિવારનો આભાર માનીએ છીએ. અમે વિશ્વની સૌથી મોટી રમત-ગમતની ઘટનાના સાક્ષી બની રહ્યા છીએ. પેરિસ ઓલિમ્પિકમાં કંઈક કરવાની JSW ગ્રુપની ઈચ્છા હતી. અમે ઇચ્છીએ છીએ કે વિશ્વ એક શાંતિપૂર્ણ સ્થળ બને, અને તે સંદર્ભે રમત-ગમત મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.
ફ્રાન્સમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવા બદલ JSW જૂથનો આભાર માન્યો હતો.