જમ્મુ-કાશ્મીર: આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી આજે વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં શરૂઆતના 5 કલાકમાં થયેલા મતદાનની જો વાત કરીએ તો, અનંતનાગમાં 16.9% અને બનિહાલમાં 30% મતદાન નોંધાયું છે. વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની આઠ બેઠકોનો સમાવેશ થાય છે.