કેન્સાસ: ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત..’ ગુજરાતીઓ તો ગ્લોબલ થયા જ છે. આ સાથે ગરવી ગુજરાતના ગરબા પણ ગ્લોબલ થયા છે. તાજેતરમાં જ અમેરિકાના કેન્સાસ ખાતે ગુજરાતીઓએ એમના સંગઠનની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. જેમાં રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું. ગુજરાતીઓના આ ગરબામાં અમેરિકાના સ્થાનિક લોકો પણ મન મુકીને ઝુમ્યા હતા.
આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોએ મોટાપાયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા બદલ દેવ ભરવાડ તેમજ ટીમના નેતૃત્વની પ્રશંસા કરી હતી. આ મેળાવડાએ ગુજરાતી વારસા પરંપરાઓને ઉજાગર કરી. સાથે જ યુવા પેઢી અને વડીલો બંને સહિત ઉપસ્થિત લોકોમાં એકતા અને જોડાણને પ્રોત્સાહન આપ્યું હતું.
પ્રજ્ઞેશ વ્યાસ