મ્યાનમારની દિવાળી – તાઝુંગદાઈંગ મહોત્સવ…

મ્યાનમાર દેશના તાઓંગી શહેરમાં યોજવામાં આવેલા પરંપરાગત તાઝુંગદાઈંગ મહોત્સવ દરમિયાન હોટ એર બલૂનમાં લોકો નાનકડા ફાનસ જોડીને આકાશમાં છોડતા હતા. મ્યાનમારમાં તાઝુંગદાઈંગ મહોત્સવ ભારતના દિવાળી જેવો હોય છે, જેને સ્થાનિક લોકો રોશનીનો તહેવાર ગણે છે. આ તહેવાર મ્યાનમારના પરંપરાગત કેલેન્ડરના આઠમા મહિનામાં પૂનમના દિવસે યોજવામાં આવે છે અને સાથોસાથ દેશમાં વરસાદની મોસમના અંતનો આરંભ પણ ગણવામાં આવે છે. આ તહેવારના દિવસે દેશભરમાં રજા હોય છે.