1983ના ભવ્ય વર્લ્ડ કપ વિજયની સુવર્ણ યાદ રૂપે કોફી ટેબલ બુકનું વિમોચન…

કપિલ દેવની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે 1983ની 25 જૂને લંડનમાં ટીમ-દીઠ 60-ઓવરવાળી પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ સ્પર્ધા જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. પાછલી બે વખત ચેમ્પિયન બનેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમને ફાઈનલમાં હરાવીને ભારતે પ્રથમ જ વાર વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. એ જીતના 39મા વાર્ષિક દિનની ઉજવણી રૂપે અને તે જીતને ટ્રિબ્યુટ આપવા માટે દેશની અગ્રગણ્ય પેમેન્ટ ગેટવે કંપની – પેમેન્ટ્ઝ દ્વારા 25 જૂન, શુક્રવારે મુંબઈમાં એક કાર્યક્રમમાં કોફી ટેબલ બુક – ‘ધ 1983 વર્લ્ડ કપ ઓપસ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ ઉપરાંત એમના સાથી ખેલાડીઓ મોહિન્દર અમરનાથ, સૈયદ કિરમાણી, બલવિન્દરસિંહ સંધુ, સંદીપ પાટીલ, કે. શ્રીકાંત, કીર્તિ આઝાદ, મદનલાલ, સુનીલ વાલસન, રોજર બિન્ની. દિલીપ વેંગસરકર, ટીમ-મેનેજર પી.આર. માનસિંહ, જાણીતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષ ભોગલે ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)