રસેલની તોફાની બેટિંગઃ કોલકાતાનો હૈદરાબાદ પર વિજય

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી આવૃત્તિમાં 24 માર્ચ, રવિવારે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ ગયેલી 20-20 મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 6-વિકેટથી પરાજય આપ્યો હતો. 19 બોલમાં 4 સિક્સર અને 4 બાઉન્ડરી સાથે 49 રન કરીને નોટઆઉટ રહેલા આન્દ્રે રસેલે કોલકાતાને વિજય અપાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. એને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે અને શુભમન ગિલ (18*)ની જોડીએ 4 ઓવરમાં 65 રનની અતૂટ ભાગીદારી કરી હતી. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 181 રન કર્યા હતા (ડેવિડ વોર્નર 85). તેના જવાબમાં કોલકાતાએ 19.4 ઓવરમાં 4 વિકેટે 183 રન કરી મેચ જીતી લીધી હતી.