રનઆઉટના વિવાદ વચ્ચે પંજાબે રાજસ્થાન પર જીત મેળવી…

જયપુરમાં 25 માર્ચ, સોમવારે આઈપીએલ-2019ની મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમે રાજસ્થાન રોયલ્સ પર 14-રનથી જીત મેળવી હતી. પંજાબ ટીમે તેના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 184 રન કર્યા હતા. એના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 170 રન જ બનાવી શકી હતી. 47 બોલમાં 8 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 79 રન કરનાર પંજાબના ક્રિસ ગેલને 'મેન ઓફ ધ મેચ' ઘોષિત કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના ઓપનર અને વિકેટકીપર જોસ બટલરે તેના દાવમાં બે છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. પંજાબના કેપ્ટન અશ્વિને બટલરને પોતાની જ બોલિંગમાં 'માંકડિંગ' રનઆઉટ કર્યો હતો. અશ્વિને બોલ ફેંકતા પહેલાં જ ક્રીઝ છોડીને આગળ નીકળી ગયેલા બટલરને રનઆઉટ કરી દીધો હતો. અશ્વિને સ્ટમ્પ્સ પરની બેઈલ્સ પાડી દીધી હતી. આઈપીએલ સ્પર્ધાના ઈતિહાસમાં આ પહેલો જ બનાવ બન્યો છે. આને 'માંકડિંગ' (Mankading) રનઆઉટ કહેવાય છે. (તસવીર સૌજન્યઃ httpss://www.iplt20.com)


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]