ઈન્ડોનેશિયા ઓપનમાં સિંધુને રજત મળ્યો…

ઈન્ડોનેશિયાના જકાર્તામાં 21 જુલાઈ, રવિવારે રમાઈ ગયેલી ઈન્ડોનેશિયા ઓપન BWF Tour Super 1000 સ્પર્ધાની મહિલા સિંગલ્સ ફાઈનલમાં ભારતની પી.વી. સિંધુનો જાપાનની અકેની યામાગુચી સામે 15-21, 16-21થી પરાજય થયો હતો. ચતુર્થ સીડેડ યામાગુચીને ગોલ્ડ અને વર્લ્ડ નંબર-5 અને રિયો ઓલિમ્પિક્સ સિલ્વર મેડલ વિજેતા સિંધુને સિલ્વર મેડલ મળ્યો છે. સિંધુને રનર-અપ તરીકે 42,500 યુએસ ડોલર (29 લાખ 26 હજાર 570 રૂપિયા)નું રોકડ ઈનામ મળ્યું છે. વિજેતા યામાગુચીને 87,500 ડોલર મળ્યા છે. વર્તમાન મોસમમાં સિંધુનો આ પહેલો ફાઈનલ પ્રવેશ હતો. આ પરાજય સાથે ટાઈટલ જીતવાનો સિંધુનો સાત મહિનાનો દુકાળ ચાલુ રહ્યો છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]