GallerySports હરિયાણામાં ‘ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ-2022’નો શુભારંભ June 5, 2022 કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 4 જૂન, શનિવારે હરિયાણાના પંચકુલાના તાઉ દેવી લાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ‘ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ-2022’નું ઉદઘાટન કર્યું હતું. એ પ્રસંગે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર, કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહ્યા હતા. ‘ખેલો ઈન્ડિયા’ રમતોત્સવની આ ચોથી આવૃત્તિ છે. ‘ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ-2022’ મેસ્કોટ છે વિજયા (ટાઈગર) અને જયા (કાળિયાર હરણ). આ યુવા રમતોત્સવ 10 દિવસ સુધી ચાલશે. પહેલા દિવસે બેડમિન્ટન, વોલીબોલ, કબડ્ડી, માર્શલ આર્ટ ગટકા અને ફૂટબોલ રમતોની હરીફાઈઓ યોજાઈ હતી. ‘ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ-2022’માં દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 4,700 એથ્લીટ્સ ભાગ લઈ રહ્યાં છે. આમાં 2,262 છોકરીઓનો સમાવેશ થાય છે. હરિયાણાએ સૌથી વધારે, 398 એથ્લીટ્સનો સંઘ ઉતાર્યો છે. ગયા વખતના રમતોત્સવમાં મહારાષ્ટ્રએ સૌથી વધારે ગોલ્ડ મેડલ જીતીને પ્રથમ રેન્ક હાંસલ કરી હતી. આ વખતે તેણે 357 એથ્લીટ્સ મોકલ્યા છે. ‘ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ-2022’નું ઉદઘાટન રંગારંગ કાર્યક્રમથી કરવામાં આવ્યું હતું. 90-મિનિટ સુધી ચાલેલા મનોરંજન કાર્યક્રમ દરમિયાન પંજાબી અને હિન્દી રેપર ગાયક દિલીન નાયર ઉર્ફે રફ્તાર શૉ-સ્ટોપર બન્યા હતા. એમણે ખેલો ઈન્ડિયાનું પોતે બનાવેલું એન્થમ ‘અબ કી બાર હરિયાણા’ પ્રસ્તુત કર્યું હતું. મનોરંજન કાર્યક્રમમાં અનેક કલાકારોએ હરિયાણાના ઈતિહાસ, વિરાસત, સમૃદ્ધિ અને વિવિધતાનું નૃત્ય-ગીત દ્વારા પ્રદર્શન કર્યું હતું. આ વખતના રમતોત્સવમાં યોગાસન, માર્શલ આર્ટ ગટકા સહિત અન્ય પાંચ દેશી રમતો સહિત 25 રોમાંચક રમતગમતોની હરીફાઈ યોજાશે. માર્શલ આર્ટ ગટકાની હરીફાઈ