આઈપીએલ-11 પ્લેઓફ્સ ટીમો નક્કી થઈ…

આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની 11મી મોસમમાં લીગ મેચોનો તબક્કો પૂરો થઈ ગયો છે. પ્લે ઓફ્સની ચારેય ટીમ નક્કી થઈ ગઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ. ક્વોલિફાયર 1 મેચ રમાશે મંગળવારે સાંજે 7 વાગ્યાથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં – સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. એ મેચમાં જે ટીમ જીતશે એ ફાઈનલમાં પહોંચશે. આ મેચમાં હારી ગયેલી ટીમ બીજી ક્વોલિફાયર મેચમાં રમશે. એ મેચમાં તેનો સામનો એલિમિનેટર મેચમાં રમનાર કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સમાંથી વિજેતા બનનાર સામે થશે. ક્વોલિફાયર 2 મેચની વિજેતા ટીમ ફાઈનલમાં રમશે. 20 મે, રવિવારે છેલ્લી બે લીગ મેચ રમાઈ હતી. એમાંની પહેલી મેચમાં, દિલ્હી ડેરડેવિલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 11-રનથી પરાજય આપ્યો હતો. દિલ્હીએ વિકેટકીપર રીષભ પંતના 44 બોલમાં 64 રનના જોરે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 174 રન કર્યા હતા. તેના જવાબમાં મુંબઈની ટીમ 19.3 ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી લીગ મેચમાં, સુરેશ રૈનાની ફાંકડી હાફ સેન્ચુરીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે કિંગ્સ ઈલેવન પંજાબને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. પંજાબ 153 (19.4). ચેન્નાઈ 155-5 (19.2). રૈના 61*, ધોની 11*, દીપક ચાહર 39.

સુરેશ રૈના

પરાજિત કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ

મહેન્દ્ર સિંહ ધોની

મુંબઈ ઈન્ડિયન્સ પર દિલ્હી ડેરડેવિલ્સની જીતનો હીરો રીષભ પંત

રીષભ પંત

મુંબઈ ઈન્ડિયન્સ ટીમનાં માલિકણ નીતા અંબાણી એમનાં પુત્ર આકાશ સાથે

દિલ્હીની જીત. મેન ઓફ ધ મેચ બન્યો અમિત મિશ્રા

મુંબઈ ટીમનો નિષ્ફળ કેપ્ટન રોહિત શર્મા

દિલ્હીનો વિજય શંકર

નીતા અંબાણી

રીષભ પંત