GallerySports ભારતનો ઓસ્ટ્રેલિયા પર પ્રભાવક વન-ડે શ્રેણીવિજય… January 20, 2020 વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળ ટીમ ઈન્ડિયાએ તેનો શાનદાર દેખાવ ચાલુ રાખીને ઓસ્ટ્રેલિયાને પણ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં પરાજય આપ્યો છે. ભારતે 19 જાન્યુઆરી, રવિવારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી ત્રીજી અને નિર્ણાયક વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 7-વિકેટથી હરાવીને 3-મેચોની સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી. તેની ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 286 રન કર્યા હતા. ભારતે તેના જવાબમાં 47.3 ઓવરમાં 3 વિકેટના ભોગે 289 રન કરીને મેચ અને સિરીઝ જીતી લીધી હતી. 119 રન કરનાર રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો જ્યારે વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ સિરીઝનું ઈનામ આપવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના પરાજયને કારણે તેના બેટ્સમેન સ્ટીવન સ્મીથની 131 રનની ઈનિંગ્ઝ બેકાર ગઈ હતી.