ફૂલ કોન્ટેક્ટ ફાઈટિંગ વર્લ્ડ કપમાં ભારતે 4 મેડલ જીત્યા…

માર્શલ આર્ટ્સના એક પ્રકાર ‘ફૂલ કોન્ટેક્ટ ફાઈટિંગ’ની ગઈ 16-17 નવેંબરે રશિયાના કિસ્લોવોસ્ક શહેરમાં યોજાઈ ગયેલી 11મી વર્લ્ડ કપમાં ભારતીય સ્પર્ધકોનો શાનદાર દેખાવ રહ્યો. આ સ્પર્ધામાં ભારતીય ટીમે 4 મેડલ જીતીને દ્વિતીય કમાન્ડ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સ્પર્ધામાં 18 દેશોએ ભાગ લીધો હતો. 77 કિ.ગ્રા. વજન કેટેગરીમાં હર્ષવર્ધન વારેએ અને 57 કિ.ગ્રા. વજન વર્ગમાં અજિંક્ય કરડે, બંનેએ રજતચંદ્રક જીત્યો હતો જ્યારે 53 કિ.ગ્રા. વજન કેટેગરીમાં મુંબઈ નિવાસી જયમલ ગણાત્રા અને 61 કિ.ગ્રા. વજન કેટેગરીમાં શુભમ નાઈક બંનેએ કાંસ્યચંદ્રક જીત્યો હતો. આ સ્પર્ધાનું આયોજન ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફૂલ કોન્ટેક્ટ ફાઈટિંગ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતે આ ત્રીજી વખત આ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. ભારતીય ટીમના કોચ હતા ખુશનૂર એસ. જિજીના.