ઈંગ્લેન્ડ ‘FIFA U-17 World Cup’ વિજેતા…

ઈંગ્લેન્ડે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે શનિવાર, 28 ઓક્ટોબરે રમાયેલી ફાઈનલ મેચમાં સ્પેનને 5-2થી હરાવીને FIFA U-17 World Cup 2017 સ્પર્ધા જીતી હતી. સ્પેન આ ચોથી વાર આ સ્પર્ધામાં રનર્સ-અપ બન્યું છે. ઈંગ્લેન્ડ આ પહેલી જ વાર આ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યું છે.