‘પિન્ક બોલ’ ટેસ્ટમેચ માટે ગુલાબી બન્યું કોલકાતા…

ભારત અને બાંગ્લાદેશના ક્રિકેટરો 22 નવેંબર, ગુરુવારથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ગુલાબી રંગના બોલથી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાના છે. બંને ટીમ આ પહેલી જ વાર ગુલાબી બોલથી અને દિવસ-રાત્રી ટેસ્ટ મેચ રમશે. આ ટેસ્ટ મેચ રમીને અને એનું આયોજન કરીને ભારત ઈતિહાસ સર્જશે.


આ ઐતિહાસિક અવસર માટે કોલકાતા શહેર અને ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ તથા અન્ય ભાગોને ગુલાબી રંગની લાઈટિંગ વડે સુશોભિત કરવામાં આવ્યા છે.


આ ટેસ્ટ મેચ માટે SG કંપનીના ગુલાબી બોલનો ઉપયોગ કરવામાં આવશે.
કોલકાતા શહેરમાં મુખ્ય માર્ગો પરની હોટેલ્સમાં ગુલાબી વાતાવરણ જોવા મળી રહ્યું છે


બેંગાલ ક્રિકેટ એસોસિએશન ઓફિસે પણ ગુલાબી છટા ધારણ કરી છે


વિશેષ ટેસ્ટ મેચ માટે ગુલાબી રંગનો મેસ્કોટ (પ્રતિક) બનાવવામાં આવ્યું છે અને તેને 'પિંકુ' નામ આપવામાં આવ્યું છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ 12મી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાશે.


ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમના સ્ટેન્ડમાં સુંદર ગુલાબી લાઈટ એરેન્જમેન્ટ કરવામાં આવી છે


સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ 2015ના નવેંબરમાં ઓસ્ટ્રેલિયાના એડીલેડ ઓવલ મેદાન પર રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો.


ડે-નાઈટ ટેસ્ટ મેચ રમનાર ભારત 9મો દેશ બનશે. મેચનો આરંભ દરરોજ બપોરે 1 વાગ્યે થશે અને રાતે 8 વાગ્યે સમાપ્ત થશે.


BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી


22 નવેંબરે ટોસ ઉછાળવામાં આવે એ પહેલાં ભારતીય લશ્કરના સૈનિકો હેલિકોપ્ટર દ્વારા ઈડન ગાર્ડન્સમાં આવશે અને વિરાટ કોહલી તથા બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકને એક-એક ગુલાબી બોલ સુપરત કરશે.


કોલકાતામાં શહીદ મિનાર, કેટલાક કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન બગીચાઓને ગુલાબી રંગની રોશનીથી શણગારવામાં આવ્યા છે.


BCCIએ આ ટેસ્ટ મેચ માટે એસજી કંપનીને 72 પિન્ક બોલ પૂરા પાડવાનો ઓર્ડર આપ્યો છે.


ભારતની ફાસ્ટ બોલિંગ ત્રિપુટી - ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ