સચીન તેંડુલકર નેપાળની મુલાકાતે…

મહાન ક્રિકેટર અને ભારત રત્ન સચીન તેંડુલકર 17 નવેંબર, રવિવારે નેપાળની મુલાકાતે ગયા હતા. ત્યાં પાટનગર કાઠમંડુમાં એ નેપાળી વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીને મળ્યા હતા અને કીર્તિપુરમાં ત્રિભુવન યુનિવર્સિટી સ્ટેડિયમમાં બાળકો સાથે એક ફ્રેન્ડ્લી ક્રિકેટ મેચ પણ રમ્યા હતા. તેંડુલકર યુનિસેફ સંસ્થાના ગુડવિલ એમ્બેસેડર તરીકે નેપાળ આવ્યા છે.