સચીન તેંડુલકર નેપાળની શુભેચ્છા મુલાકાતે; બાળકો સાથે ફ્રેન્ડ્લી મેચ રમ્યા

કાઠમંડુ – દંતકથાસમાન ક્રિકેટ બેટ્સમેન અને ભારત રત્નથી સમ્માનિત સચીન તેંડુલકર હાલ નેપાળની મુલાકાતે ગયા છે. આજે તેઓ પાટનગર કાઠમંડુમાં નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલીને મળ્યા હતા.

તેંડુલકર યુનિસેફ સંસ્થાના ગુડવિલ એમ્બેસેડર તરીકે નેપાળ આવ્યા છે.

આજે એમણે કાઠમંડુમાં સ્થાનિક બાળકો સાથે એક ફ્રેન્ડ્લી મેચ પણ રમી હતી.

આ મેચ કીર્તિપુરમાં ત્રિભુવન યુનિવર્સિટી સ્ટેડિયમમાં રમાઈ હતી.

તેંડુલકર સાથેની મુલાકાત બાદ નેપાળના વડા પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે આજે પ્રખ્યાત ક્રિકેટર અને યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર સચીન તેંડુલકરને મળવાથી આનંદ થયો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]