વર્લ્ડ કપઃ ઈંગ્લેન્ડ સામે ભારતનો 31-રનથી પરાજય…

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં 30 જૂન, રવિવારે એજબેસ્ટન, બર્મિંઘમમાં રમાઈ ગયેલી મેચમાં ભારતને 31-રનથી હરાવીને યજમાન ઈંગ્લેન્ડ સેમી ફાઈનલમાં પ્રવેશ કરવા માટે ફરી દાવેદાર થયું. ટોસ જીતીને પહેલા બેટિંગ લીધા બાદ ઈંગ્લેન્ડે જોની બેરસ્ટોના 111, બેન સ્ટોક્સના 79, જેસન રોયના 55, જો રૂટના 44 રનની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 337 રન કર્યા હતા. એના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં પાંચ વિકેટે 306 રન કરી શકી હતી. રોહિત શર્માએ વર્તમાન વર્લ્ડ કપમાં ત્રીજી અને કારકિર્દીની 25મી સદીના રૂપમાં 102 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 66, હાર્દિક પંડ્યાએ 45, મહેન્દ્ર સિંહ ધોનીએ અણનમ 42, રિષભ પંતે 32 રન કર્યા હતા. બેરસ્ટોને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.


[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]