ચારુલતા પટેલઃ ટીમ ઈન્ડિયાનાં અડીખમ વડીલ ચાહક…

0
63683
બર્મિંઘમના એજબેસ્ટનમાં 2 જુલાઈ, મંગળવારે ભારતીય ટીમ બાંગ્લાદેશને 28-રનથી હરાવવામાં સફળ થઈ. સ્ટેડિયમમાં ભારતીય પ્રશંસકો હજારોની સંખ્યામાં હાજર હતાં. એમાં એક હતાં 87-વર્ષનાં અને વ્હીલચેરગ્રસ્ત ગુજરાતી મહિલા ચારુલતા પટેલ. ભારતીય ટીમને બિરદાવતાં અને પ્લાસ્ટિકનું વાજું વગાડતાં ચારુલતાબેન એમનાં ઉત્સાહને કારણે ટીવી કેમેરામાં છવાઈ ગયાં હતાં. મેચ દરમિયાન ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને મેચમાં સદી ફટકારનાર રોહિત શર્મા ચારુલતાબેનને જઈને મળ્યા હતા અને એમની સાથે વાતચીત કરી હતી, એમનાં આશીર્વાદ લીધાં હતાં. ICCનાં રીધિમા પાઠકને આપેલી મુલાકાતમાં ચારુલતાબેને કહ્યું કે, 'હું ઈશ્વરને, ગણપતિજીને પ્રાર્થના કરું છું કે ભારત જીતે. મારાં આશીર્વાદ હંમેશાં ભારતીય ટીમને માટે રહેશે.' ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવેલા ચારુલતાબેને વધુમાં કહ્યું કે, 'હું ઘણા વર્ષોથી ક્રિકેટ જોતી આવી છું. મારો જન્મ ટાન્ઝાનિયામાં થયો હતો. હું આફ્રિકામાં હતી ત્યારે ટીવી પર મેચ નિહાળતી હતી પરંતુ હવે રિટાયર્ડ છું અને તેથી અહીં મેચ જોવા આવી છું. ભારત જ વર્લ્ડકપ જીતશે તેવો મને વિશ્વાસ છે. ભારત જીતે તે માટે હું ભગવાન ગણેશજીને પ્રાર્થના કરું છું. 1983માં કપિલ દેવે વર્લ્ડકપ જીત્યો ત્યારે હું પણ ત્યાં હતી. આ વખતે ભારત ફાઈનલમાં પહોંચશે તો લંડનમાં લોર્ડ્સ સ્ટેડિયમમાં જઈને મેચ નિહાળવાની આશા રાખું છું.'
httpss://twitter.com/cricketworldcup/status/1146102483380576258

httpss://twitter.com/cricketworldcup/status/1146122885217574913