ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પર 125-રનથી વિજય…

0
955
વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે 27 જૂન, ગુરુવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે આઈસીસી વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની લીગ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 125-રનથી સજ્જડ પરાજય આપ્યો હતો. ભારતે ટોસ જીતીને પોતાના હિસ્સાની 50 ઓવરમાં 7 વિકેટે 268 રનનો સ્કોર કર્યા બાદ બોલરોએ વેસ્ટ ઈન્ડિઝને 34.2 ઓવરમાં 143 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. 72 રન કરનાર કોહલીને 'પ્લેયર ઓફ ધ મેચ' ઘોષિત કરવામાં આવ્યો હતો.