પાકિસ્તાને નોટિંઘમમાં ઈંગ્લેન્ડને 14-રનથી હરાવ્યું…

3 જૂન, સોમવારે નોટિંઘમના ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ ગયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની મેચમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને 14-રનથી હરાવ્યું હતું. રોમાંચક નિવડેલી મેચનો સ્કોર આ મુજબ રહ્યોઃ સ્કોરઃ પાકિસ્તાન 348-8 (50). ઈંગ્લેન્ડ 334-9 (50). પાકિસ્તાન વતી 3 બેટ્સમેને હાફ સેન્ચુરી ફટકારી હતી - બાબર આઝમ 63, મોહમ્મદ હાફીઝ 84 અને કેપ્ટન સરફરાઝ એહમદ 55. ઈંગ્લેન્ડના બે બેટ્સમેને સદી ફટકારી હતી - જો રૂટ 107 અને જોસ બટલર 103. પાકિસ્તાનના ડાબોડી ફાસ્ટ બોલર વહાબ રિયાઝે 10 ઓવરમાં 82 રનમાં 3 વિકેટ લીધી હતી. અન્ય ડાબોડી ફાસ્ટ બોલર મોહમ્મદ અમીરે 10 ઓવરમાં 67 રનમાં બે વિકેટ લીધી હતી. લેગબ્રેક બોલર શાદાબ ખાને 63 રનમાં બે તથા બે ઓફ્ફ બ્રેક બોલરો - મોહમ્મદ હાફીઝ અને શોએબ મલિકે 1-1 વિકેટ લીધી હતી. મોહમ્મદ હાફીઝને 'મેન ઓફ ધ મેચ' ઘોષિત કરવામાં આવ્યો હતો. એણે ફિલ્ડિંગમાં એક કેચ પણ પકડ્યો હતો.