ભારતીય ક્રિકેટ ટીમ પ્રેમી સુધીરકુમાર સાઉધમ્પ્ટનમાં…

ભારતીય ક્રિકેટ ટીમના પ્રેમી અને ખાસ કરીને સચીન તેંડુલકરના ચાહક સુધીરકુમાર ચૌધરી ઈંગ્લેન્ડ-વેલ્સમાં આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019ની મેચોમાં ભારતીય ટીમને બિરદાવવા માટે લંડન-સાઉધમ્પ્ટન પહોંચી ગયા છે. સ્પર્ધામાં ભારતની પહેલી મેચ પાંચ જૂને રમાશે, દક્ષિણ આફ્રિકા સામે, સાઉધમ્પ્ટનમાં.