સુરત: મંગળવારની વહેલી સવારે ડાયમંડ નગરી સુરતમાં ધુમ્મસ છવાયું હતું. શહેરી વિસ્તારમાં ધુમ્મસના કારણે આહ્લાદક બનેલા વાતાવરણથી સુરત કોઈ હિલ સ્ટેશન હોય એવો અહેસાસ થઈ રહ્યો હતો.
સૂર્યોદયના સમય પહેલા તો પાંચ ફૂટ દૂરનું પણ જોઈ શકાય નહિં એવુ ગાઢ ધુમ્મસ હતું. વહેલી સવારે કામ અર્થે વાહનો લઇને નીકળેલા વાહન ચાલકોએ વાહનની હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.
સાથે જ વાહનની સ્પીડ ધીમી રાખવી પડી હતી. લગભગ સાડા આઠ થી નવ વાગ્યા સુધી આ ધુમ્મસએ સુરતવાસીઓને તરબોળ કર્યા.
અરવિંદ ગોંડલિયા (સુરત)