GalleryEvents યોશિહીદે સુગા ચૂંટાયા જાપાનના નવા વડાપ્રધાન… September 16, 2020 જાપાનના શાસક પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)એ 16 સપ્ટેમ્બર, બુધવારે ટોકિયોમાં સંસદભવનમાં સંસદીય મતદાન પ્રક્રિયામાં યોશિહીદે સુગાને દેશના નવા અને 99મા વડા પ્રધાન તરીકે વિધિવત્ ચૂંટી કાઢ્યા હતા. સંસદના બંને ગૃહમાં એલડીપીની બહુમતી છે. સુગા નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામું આપનાર શિન્ઝો એબેના અનુગામી બન્યા છે. બાદમાં, ઈમ્પીરીયલ પેલેસમાં, જાપાનના સમ્રાટ નારુહિતોએ સુગાને નવા વડા પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા. શાસક પક્ષે દેશના નવા વડા પ્રધાન તરીકે પસંદગી કર્યા બાદ યોશિહીદે સુગા સીટ પરથી ઊભા થઈને અભિવાદન સ્વીકારે છે. વડા પ્રધાન કાર્યાલયમાંથી વિદાય લેતા શિન્ઝો એબે સંસદસભ્યોનું અભિવાદન સ્વીકારી રહ્યા છે