રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ભારે વરસાદ…

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં 6 ઓગસ્ટ, મંગળવારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને સંસદભવન પરિસર સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આને કારણે વાહનવ્યહાર તથા જનજીવનને અસર પહોંચી હતી. દિલ્હીવાસીઓ ઘણા દિવસોથી વરસાદ પડે એની રાહ જોતા હતા આખરે મંગળવારે એનો અંત આવ્યો.