આ રીતે ઉજવી વિરુષ્કાએ કડવા ચોથ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે પત્ની અનુષ્કા શર્મા સાથે કડવા ચોથની ઉજવણી કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર અનુષ્કા સાથેનો ફોટો શેર કરતાં કોહલીએ લખ્યું કે, “સાથે મળીને ઉપવાસ રાખ્યો અને ઉજવણી કરી.” અનુષ્કાએ પણ કોહલી સાથે ફોટો શેર કર્યો હતો, જેમાં લખ્યું કે, “મારા જીવન સાથી અને આજના દિવસે મારા ઉપવાસ સાથી. ”

આ સિવાય પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પત્ની આરતી અને ગૌતમ ગંભીરે પત્ની નતાશા સાથેનો ફોટો શેર કર્યો હતો. સેહવાગે ટ્વીટ કર્યું, “અદ્ભુત પ્રેમ અને આદર.”

ગંભીરે લખ્યું, “અરે ચાંદ તો કબકા નિકલા હુઆ થા.”

 

શિખર ધવને પત્ની આયેશા સાથેનો ફોટો શેર કરીને લખ્યું કે, હેપી કરવા ચોથ મારા પ્રેમ, તમે દૂર છો છતાં પણ મારી નજીક છો. તમને જોવા માટે રાહ જોવી અઘરી છે. આયેશા ધવનને ઘણો પ્રેમ. ”

ઇશાંત શર્મા રાંચીમાં ત્રીજી ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. પત્ની પ્રતિમા સિંહને ટેગ કરતા તેમણે લખ્યું, “મારા સૌથી પ્રિય વ્યક્તિ અને તમને બધાને કડવા ચોથાના અભિનંદન.”

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]