સલમાને શેર કર્યું ‘રાધે’નું ફર્સ્ટ લુક પોસ્ટર; ચાહકોને ઈદ પર મળશે ફિલ્મની ગિફ્ટ

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને કોરિયોગ્રાફરમાંથી દિગ્દર્શક બનેલા પ્રભુદેવા સાથે ત્રીજી વાર હાથ મિલાવ્યા છે અને બનાવી છે એક વધુ પોલીસ ઓફિસરના રોલવાળી ફિલ્મ, જેનું નામ છે – ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’.

સલમાન ખાને આજે તેની આ નવી ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું હતું અને સાથોસાથ તેની આગામી ફિલ્મ ‘દબંગ 3’નું નવું મોશન પોસ્ટર પણ રિલીઝ કર્યું છે.

‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મમાં રાધે નામના જાંબાઝ પોલીસ અધિકારીનો રોલ કરશે અને તેની હિરોઈન દિશા પટની બને એવી ધારણા છે.

સલમાને આજે ટ્વિટર પર નવી ફિલ્મની જાહેરાત કરી છે અને સાથે લખ્યું છેઃ ‘તમે જ પૂછ્યું હતું ને કે ‘દબંગ 3’ પછી શું? અને ક્યારે? તો આ લ્યો જવાબ #EidRadheKi http://bit.ly/RadheThisEid .

‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરૂ થશે. તે દક્ષિણ કોરિયાની ફિલ્મ ‘ધ આઉટલોઝ’ની હિન્દી રીમેક હશે.

સલમાન ખાને પ્રભુદેવાની સાથે મળીને આ પહેલાં ‘વોન્ટેડ’ અને ‘દબંગ 3’ ફિલ્મો બનાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]