ચૂંટણી પ્રચારઃ ઉર્મિલાએ ઓટોરિક્ષા ચલાવી…

બોલીવૂડ અભિનેત્રી અને લોકસભા ચૂંટણીમાં મુંબઈ-ઉત્તર બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે એમનાં ચૂંટણી પ્રચારનો આરંભ કરી દીધો છે. 1 એપ્રિલ, સોમવારે સવારે ચૂંટણી પ્રચારના ભાગરૂપે એમણે મુંબઈના બોરીવલી ઉપનગરમાં ઓટોરિક્ષા ચલાવી હતી. ગોરાઈ વિસ્તારમાં એ પ્રચાર માટે ફરી રહ્યાં હતાં ત્યારે એમણે રિક્ષાચાલકોની મુલાકાત લીધી હતી અને પોતાને મત આપવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, એમણે રિક્ષા ચલાવીને આસપાસનાં લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી. ઉર્મિલાએ દહિસર (પૂર્વ)માં પણ જાહેર સભાને સંબોધિત કરી હતી. ઉત્તર મુંબઈ મતદારવિસ્તાર ભાજપનો ગઢ, કિલ્લો ગણાય છે, પણ હવે એ ગઢ કોંગ્રેસ માટે કબજે કરવા માટે ઉર્મિલા મેદાનમાં ઉતર્યાં છે. ઉર્મિલાએ ભાજપનાં ગોપાલ શેટ્ટી સામે ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે. શેટ્ટીએ 2014ની ચૂંટણીમાં જીત મેળવી હતી.