ડો. કિરીટ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ

અમદાવાદ (પશ્ચિમ) લોકસભાની બેઠક પર ભાજપે સાંસદ ડો. કિરીટ સોલંકીને ઉમેદવાર તરીકે રિપીટ કર્યા છે. આજે ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી વહેલી સવારે કાર્યકર્તા અને નેતાઓની વિશાળ રેલી સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા.

ઢોલ-નગારા, ડી.જે ના તાલ સાથે નીકળેલી રેલીમાં કાર્યકર્તાઓએ પુષ્પ હાર અને ગુલદસ્તાથી ડો.કિરીટ સોલંકીને શુભકામનાઓ પાઠવી હતી.

કલેક્ટર કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભરવા જતા ડો. કિરીટ સોલંકી સાથે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર બીજલબેન, શંભુનાથ ટુંડિયા જોડાયા હતા.

કલેક્ટર કચેરીના અધિકારીઓ એ કરેલી ખરાઇ બાદ કલેક્ટર વિક્રાંત પાંડે ને ઉમેદવાર ફોર્મ આપ્યું હતું.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ