ભારતીય મૂળની ટોની એન. સિંહ બની વિશ્વ સુંદરી…

વર્ષ 2019 માટેની ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધા 14મી ડિસેમ્બરે, લંડનના એક્સેલમાં યોજાઈ ગઈ. જેમાં જમૈકાની ભારતીય મૂળની ટોની એન. સિંહે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો.

આ સ્પર્ધામાં ફ્રાન્સની ઓફીલી મેઝિનો બીજા સ્થાને (ફર્સ્ટ રનર-અપ) રહી, આ સ્પર્ધાની સાથોસાથ તેણે ‘મિસ વર્લ્ડ યુરોપ 2019’નો તાજ પણ જીત્યો હતો.

મિસ વર્લ્ડ સ્પર્ધા-2019ના ત્રીજા સ્થાને (સેકન્ડ રનર-અપ) ભારતની સુમન રાવ રહી, આ સ્પર્ધા સાથે તેણે ‘મિસ વર્લ્ડ એશિયા’નો તાજ પણ જીત્યો.

ડોક્ટર બનવાની ઈચ્છા ધરાવતી 23 વર્ષીય ‘મિસ વર્લ્ડ’ ટોની સિંહના પિતા બ્રૈડશો સિંહ ભારતીય કેરેબિયન છે અને તેમની માતા જહરીન બૈલે આફ્રિકી-કેરેબિયન છે.

‘મિસ વર્લ્ડ’ ટોની સિંહ

‘મિસ વર્લ્ડ’ ટોની સિંહ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]