સરહદ પરના જવાનો માટે પાણીની ટાંકી અર્પણ કરી

 

ભારતની સુરક્ષામાં લાગેલા બહાદુર જુવાનોને માટે કચ્છ વિસ્તારમાં પાણીની સવલતો માટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજીના વરદ હસ્તે એક હજાર લીટરની કેપેસીટીવાળી 100 પાણીની ટાંકીઓ સીમા સુરક્ષાદળ કચ્છને અર્પણ કરવામાં આવી છે. સીમા સુરક્ષાદળના ડીઆઈજી આઈ. કે. મહેતા, કમાન્ડન્ટ ભાલેન્દુ ત્રિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને આચાર્ય સ્વામીજી મહારાજને સન્માનપત્ર અર્પણ કરી બહુમાન કર્યું હતું. સ્વામીજીએ દેશની સેવામાં તહેનાત એવા અધિકારીઓને તથા નવજુવાનોને શાલ અને પુષ્પમાળા અર્પણ કરી હતી અને આશિર્વાદ પાઠવ્યા હતા.