મહારાણા પ્રતાપ જયંતિઃ કેસરીયા રેલી

અમદાવાદઃ મહારાણા પ્રતાપની 478મી જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે રાજ્યભરમાં રાજપૂત સમાજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતુ. જેમાં અમદાવાદ શહેરના ગોતા માં આવેલા શ્રી રાજપૂત સમાજ ભવન ખાતે એક વિશાળ સભાનું આયોજન રાખવામાં આવ્યું હતુ. મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં યોજાયેલી સભા પૂર્વે કેશરીયા કાર-બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કાર-બાઇક રેલીમાં સાફા-પાઘડી અને કેસરીયા ધ્વજ સાથે મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. (તસવીર–પ્રજ્ઞેશ વ્યાસ)