‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું…

અજય દેવગનને મરાઠા યોદ્ધા તાનાજી માલુસરે તરીકે ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર'નું ટ્રેલર 19 નવેંબર, મંગળવારે મુંબઈમાં મિડિયાકર્મીઓ સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. ARTFIRST PHOTO DESIGNS


આ પ્રસંગે અજય દેગવન ઉપરાંત ફિલ્મના અન્ય કલાકાર સૈફ અલી ખાન, દિગ્દર્શક ઓમ રાઉત, નિર્માતા ભૂષણ કુમાર તથા અન્ય ઉપસ્થિત રહ્યા હતા. ARTFIRST PHOTO DESIGNS


ફિલ્મ તાનાજી માલુસરેના જીવન પર આધારિત છે, જેઓ છત્રપતિ શિવાજી મહારાજના બહાદુર સુબેદાર હતા. ARTFIRST PHOTO DESIGNS


ફિલ્મમાં મહારાષ્ટ્રના કોંઢાણાના કિલ્લા પર જીત હાંસલ કરવા માટે મોગલ સેના અને મરાઠા સેના વચ્ચે યુદ્ધ થાય છે. મરાઠા સેનાનાં સેનાપતિ તાનાજી કોંઢાણા કિલ્લો જીતવા માટે આગળ વધે છે જ્યારે મોગલ સેના તરફથી ઉદયભાન રાઠોડ (સૈફ અલી ખાન)ને પસંદ કરવામાં આવે છે, જે રાજપૂત યોદ્ધા હતો. એણે બાદમાં મુસ્લિમ ધર્મ અપનાવી લીધો હતો. ARTFIRST PHOTO DESIGNS


ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપૂર છે. ARTFIRST PHOTO DESIGNS


આ ફિલ્મ 3-D ટેક્નોલોજીમાં પ્રદર્શિત કરવામાં આવનાર છે. ARTFIRST PHOTO DESIGNS


'તાનાજી' ફિલ્મ આવતા વર્ષની 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


ARTFIRST PHOTO DESIGNS


(તસવીરોઃ માનસ સોમપુરા)

(જુઓ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’નું ટ્રેલર)